દિવાળીઃ તહેવારની ખુશી ટાણે ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ લાવશે આંખમાં પાણી

દેશમાં ડૂંગળીના વેપાર માટેના સૌથી મોટા માર્કેટ યાર્ડ લાસલગાંવમાં ડૂંગળીના ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા અનુસાર દિવાળી સુધી કાંદાના ભાવમાં વધારો થતો રહેશે. માગ અને પુરવઠામાં વધતા જતા અંતરને લીધે છેલ્લાં 10 દિવસમાં ડૂંગળીના ભાવમાં 80 ટકા વધારો થયો છે.

સોમવારે બજાર ખુલતાં જ ડૂંગળીના ભાવમાં 21.33 ટકાનો ઉછાળો આવ્યો હતો. શુક્રવારે ડૂંગળીનો ક્વિન્ટલ દીઠ સરેરાશ ભાવ રૂ. 2,020 હતો. તે સોમવારે વધીને રૂ. 2,451એ પહોંચી ગયો હતો. ડૂંગળીના જથ્થાબંધ ભાવની અસર થોડાક જ દિવસમાં છૂટક ભાવમાં જોવા મળશે. નાસિકમાં કિલો ડૂંગળી રૂ. 30ના ભાવે વેચાય છે. આ ભાવ થોડાક જ સમયમાં કિલોએ રૂ. 35એ પહોંચી જશે. જ્યારે દેશના કેટલાક વિસ્તારોમાં તે કિલોએ રૂ. 50ના ભાવે વેચાય તેવી શક્યતા છે.

લાસલગાંવ એપીએમસીના ચેરમેન જયદત્ત હોલકરે જણાવ્યું હતું કે પૂરવઠાખેંચને લીધે દેશના દક્ષિણના ભાગમાં ડૂંગળીની માગમાં ભારે વધારો થયો છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડ એક અઠવાડિયા સુધી બંધ રહેનાર છે. આથી જથ્થાબંધ વેપારીઓએ પણ ડૂંગળીના ભાવમાં વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *