દાહોદ ખાતે યોજાનાર આધ્યાત્મિક મેળાનું ઉદધાટન કેન્દ્રીય આદિજાતિ જશવંતસિંહ ભાભોર કરશે

 

દાહોદ-શુક્રવારઃ- દાહોદ પ્રજાપતિ બ્રહમાકુમારી ઇશ્વરીય વિધાલય સેવા કેન્દ્રના રજત-જયંતિ મહોત્સવ અંતર્ગત પ્રભુ દર્શન
આધાત્મિક તથા વિકાસ લક્ષી મેળો તા. ૧/૧૦/૨૦૧૭ થી તા. ૮/૧૦/૨૦૧૭ સુધી દાહોદ, તાલુકા પંચાયત સામે, સીટી ગ્રાઉન્ડ
ખાતે યોજાશે
આ મેળાનું ઉદધાટન ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે
તા. ૧/૯/૨૦૧૭ ના રોજ સાંજે ૫૦૦ કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વડોદરા,
અલ્કાપુરી સબઝોન ઇન્ચાર્જ, બ્રહમાકુમારીઝ રાજયોગીની બ્રહમાકુમારી સુરેખાબેન ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે અમદાવાદ, ગુજરાત ઝોન ઇન્ચાર્જ રાજયોગીની બ્રહમાકુમારી સરલાદીદીજી આર્શિવચન
આપશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા, અતિથિ વિશેષ તરીકે
કલેકટર જે.રંજીથકુમાર, જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રા, નગર સેવા સદન પ્રમુખ
સંયુકતાબેન મોદી, ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય વક્તા તરીકે રાજસ્થાન માઉન્ટઆબુના રાજયોગી
બ્રહમાકુમાર રામનાથભાઇ, મંચ સચિવ માઉન્ટ આબુના બ્રહમાકુમાર વિવેકભાઇ (કવિ) ઉપસ્થિત રહેશે.
સ્વાગત પ્રવચન દાહોદ, પંચમહાલ, મહિસાગર, જિલ્લા, ગોધરાના રાજયોગીની બ્રહમાકુમારી સુરેખાબેન
કરશે.
આ મેળામાં ખાસ કરીને બેટી બચાવો, ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા, વ્યસન મુકિત અભિયાન
તથા દાહોદ સ્માર્ટ સીટી જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ અનોખા મેળામાં દાહોદ
જિલ્લાની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા દાહોદ કેન્દ્રના બ્રહમાકુમારી કપીલાદીદીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ
છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *