ગરબાડા ચમારવાસમાં તસ્કરો બે બળદ ચોરી ગયા

, ગરબાડા દાહોદ જિલ્લાના ગરબાડા ગામે ચમારવાસમા ચોરીના મક્કમ ઈરાદે ત્રાટકેલા ઘરફોડીયાઓ ઘરની પાછળની દિવાલમાં બાકોરું પાડી ઘરના ઢાળીયામાં ઘુસી ઢાળીયામાં બાંધી રાખેલ રૂા.ર૦,૦૦૦ની કિંમતના બળદ નં.ર ચોરીને લઈ ગયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગતમોડી રાતના સાડા બાર વાગ્યાથી વહેલી પરોઢના સાડા ચાર વાગ્યાના સુધીના સમયગાળામાં ગરબાડા ગામે ચમારવાસના ત્રાટકેલા અજાણ્યા ઘરફોડ ચોરોએ ગરબાડા, ચમારવાસમાં રહેતા રમીલાબેન લક્ષ્મણભાઈ નાથાભાઈ રાઠોડના ઘરના ઢાળીયામાં પાછળથી દિવાલ તોડી બાકોરું પાડી બાકોરા વાટે ઢાળીયામાં પ્રવેશ્યા હતા અને ઢાળીયામાં બાંધી રાખેલ રૂા.ર૦,૦૦૦ની કુલ કિંમતના બળદ નં.ર ચોરીને લઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *