સંજેલીમાં વાર્ટર વર્કસના કર્મચારીઓ હડતાળ પર ગ્રામજનો પરેશાન

દાહોદ દાહોદ જિલ્લામાં નવિન બનેલા સંજેલી તાલુકાના મુખ્યમથક સંજેલીના નગરવાસીઓને પંચાયત દ્વારા પિવાના પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. નગરમાં રોજીંદાના બદલે એક દિવસના અંતરે વિવિધ વિસ્તારમાં પાણીનો સપ્લાય કરવામાં આવતો હતો. પરંતુ નગરની પાણી પુરવઠા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ૧૧ જેટલા માસથી પગાર ચુકવવામાં પંચાયત દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે. જેથી રોષે ભરાયેલા કર્મચારીઓ પગારની માંગ સાથે કામગીરીથી અગળા રહેવાનું પસંદ કરીને હડતાળ પર જતા રહેતા નગરજનોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એકાએક કરમ્ચારીઓ હડતાળ પર ઉતરી જવાના કારણે સવારથી નળ સમક્ષ મહિલાઓ ખાલી માટલા ગોઠવીને પાણી આવશેની રાહમાં બેસી રહી હતી પરંતુ મોડા સુધી પોતાના મકાનોમાં નળમાં પાણી આવતા તપાસ હાથ ધરી હતી ત્યારે નગરજનોને વરવી વાસ્તવીકતાનો ખ્યાલ આવ્યો હતો.

નળયોજનાના કર્મીઓ પણ પગારની માંગ માટે હડતાળ પર ઉતરી જતા સંજેલી નગરમાં મહિલાઓની કફોડી હાલત સર્જાઇ હતી. ગામમાં કૂવા હોવા છતાં પણ સંજેલીના લોકોને ટેંકરોનું વેચાતુ પાણી લેવાની ફરજ પડી હતી. સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી નગરજનોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *