ભારતના ટોપ-૧૦ ધનકુબેરોમાં પતંજલિના બાલકૃષ્ણની એન્ટ્રી, અંબાણી ટોપ પર

મુંબઈ,યોગ કાર્યક્રમોમાં બાબા રામદેવની સાથે દેખાતા તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણનું નામ હવે દેશના ટોચના અમીરોમાં સામેલ થઈ ગયું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે પણ સૌથી અમીર ભારતીય છે. છેલ્લા છ વર્ષથી ધનિકોની યાદી તૈયાર કરી કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘એફએમસીજી કંપની પતંજલિના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બાલકૃષ્ણ હવે દેશના ટોપ ૧૦ ધનિકોમાં સમાવેશ થઈ ગયો છે.’
રિયલ સેક્ટરમાં નવા બિઝનેસમેન દમાણીએ મોટો જમ્પ મારીને ટોપ ૧૦માં એન્ટ્રી કરી છે. તેમની સંપતિમાં ૩૨૦ ટકાનો વધારો થયો છે. એવેન્યુ સુપરમાર્કેટની યાદીમાં આઠ નવા લોકોને જગ્યા મળી. બાલકૃષ્ણ ગત વર્ષે ૨૫માં સ્થાન પર હતા જેઓ આ વખતે ૮માં સ્થાને પહોંચ્યા છે. તેમની સંપતિ ૧૭૩ ટકા વધી ૭૦ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ગત વર્ષે પતંજલિનો બિઝનેસ ૧૦,૫૬૧ કરોડ રૂપિયા પર પહોંચી હતી. તે ઘણી વિદેશી બ્રાન્ડને પણ ટક્કર આપી રહી છે. મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય છે. વૈશ્વિક સ્તર પર પહેલી વખત ટોપ ૧૫માં જગ્યા બનાવવામાં તેઓ સફળ રહ્યા છે. શેર માર્કેટમાં આવેલા ઉછાળાને કારણે રિલાયન્સના શેરનો ભાવ વધી ગયો છે. જેનાથી અંબાણીની સંપતિ ૫૮ ટકા વધી ૨૫૭૦ અરબ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *