દાહોદ જિલ્લામાં ડીજીટલ સ્વચ્છતા રથ-૨ ૬૦ ગામોમાં ફરશે

દાહોદઃ-મંગળવાર- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ વિસ્તારોમાં સ્વચ્છતા અગેની જાગૃત્તિ આવે તે માટે દાહોદ ગાંધીનગર ગ્રામ વિકાસ વિભાગ દ્વારા  ડીજીટલ સ્વચ્છતા રથ- ૨ તૈયાર કરવામાં આવ્યો છે.

    આ ડીજીટલ સ્વચ્છતા રથ ને દાહોદ જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર, જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.વી.ઉપાધ્યાયે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ  “ડીજીટલ સ્વચ્છતા રથ- ૨ દાહોદ જિલ્લાના ૬૦ ગામોમાં ફરશે.

ડીજીટલ સ્વચ્છતા રથનો ઉદેશ શૌચાલયનો નિયમિત ઉપયોગ બે શોષખાડાનું મહત્વ, ઘન કચરાનો નિકાલ અંગે લોકોમાં જાગૃત્તિ આવે તેવો છે. જેનું એલઇડી મારફતે ગ્રામજનો સમજી શકે એવી ભાષામાં નિદર્શન કરવામાં આવશે. આ  “ડીજીટલ સ્વચ્છતા રથને નિહાળી સ્વચ્છ ભારત મિશનમાં લોકોને સહયોગી બનવા જિલ્લા પ્રશાસન દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *