દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૩૦૮૫૦૦ મતદારો નોંધાયા-કલેકટર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ આખરી મતદાર યાદી પ્રસિધ્ધી

દાહોદઃ- દાહોદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ બાદની આખરી મતદારયાદી અંગેની માન્ય રાજકીય પક્ષોના પ્રમુખો સાથેની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના  કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.

ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ કુલ ૧૬૭૫૭ નવા મતદારો નોંધાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.રંજીથકુમારે નવા નોંધાયેલ મતદારો અને મતદાન મથકોની વિગત આપતાં જણાવ્યુ હતુ કે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ મતદાર જાગૃત્તિ અગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના થકી નવા મતદારોમાં વધારો થયો છે. જેમાં ૯૮૮ જેન્ડર રેશિયો હતો. તેની સામે આખરી યાદી મુજબ ૯૯૩નો જેન્ડર રેશિયો નોંધાયો છે. અગાઉ ૧૫૩૭ મતદાન મથકો હતા. આ વખતે કુલ ૬૭ જેટલા નવીન મતદાન મથકો રાજ્ય ચૂંટણી પંચ ધ્વારા મંજુર થતાં હવે કુલ ૧૬૦૪ મતદાન મથકો રહેશે.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રજાપતિએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણ હેઠળ જિલ્લામાં આવતી ૬ વિધાનસભા બેઠકમાં તા. ૧/૭/૨૦૧૭ની સ્થિતિએ ૬૪૯૬૮૬ પુરૂષ મતદારો જ્યારે ૬૪૨૦૫૭ સ્ત્રી એમ કુલ ૧૨૯૧૭૪૩ મતદારો હતા. આખરી પ્રસિધ્ધી મુજબ ૬૫૬૬૫૨ પુરૂષ મતદારો જ્યારે ૬૫૧૮૪૮ સ્ત્રી એમ કુલ ૧૩૦૮૫૦૦ મતદારો થયા છે. નવા નોંધાયેલ મતદારોની સંક્ષિપ્ત જાણકારી આપી હતી. નવી યાદી મુજબ જિલ્લામાં ૬૯૬૬ પુરૂષ અને ૯૭૯૧ સ્ત્રી મતદારો મળી કુલ ૧૬૭૫૭ મતદારો નવા નોંધાયા હતા.

બેઠકમાં નાયબ મામલતદાર રમેશ પરમારે ઇ.વીએમ. મશીન, વીવીપીએટી.અંગેની જાણકારી આપી હતી.

બેઠકમાં જિલ્લાના વિવિધ પક્ષોના પ્રમુખશ્રીઓ પૈકી ભારતીય જનતા પક્ષના પ્રમુખ શંકરભાઇ આમલીયાર, એન.સી.પી.ના દેવીસિહ રોઝ, બહુજન સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ, ચૂંટણી શાખાના મદદનીશ અતુલ કાકા વગેરે ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *