ગરબાડા – ગાંગરડીમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી યોજાઈ

ગરબાડા, દાહોદજિલ્લાના ગરબાડામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ૧૦૦ જેટલી બાઇક રેલી કાઢતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતું. ગરબાડાથી નળવાઇ અને ગાંગરડી સુધી બાઈક રેલી વિવિધ સૂત્રોચ્ચાર સાથે કાઢવામાં આવી હતી.
દાહોદ જિલ્લાની ગરબાડા વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા રવીવારે વિધાન સભા અધ્યક્ષ ગોરધનભાઇ મંડોડ અને વિધાન સભા ઓબર્ઝર્વર હાર્દિક સોલંકીના માર્ગદર્શન અને મેસુલભાઇ માવીની આગેવાનીમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. ૧૦૦ જેટલી બાઇક ઉપર સવાર ૨૫૦ કરતા વધારે કાર્યકરો સુત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે નીકળ્યા હતાં.
ગરબાડા ચોકડીથી શરૂ થયેલી રેલી બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત પાસેથી નિકળીને ગાંગરડી ગામે ગઇ હતી.રેલી દરમિયાન ભાજપ અને કોગ્રેસપક્ષ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગાગરડીગામેથી રેલી પરત ગરબાડા આવીને પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ વિશાળ બાઈક રેલી યોજીને ગરબાડામાં ત્રીજા વિકલ્પનો મતદારોને અહેસાસ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. રેલીમાં ભાનુભાઇ પરમાર, કમલેશભાઇ સોલંકી, નીલેશભાઇ સોલંકી, નરેન્દ્ર દરજી, મનોજ રાજપાલ, શબ્બીર સબજીફરોજ ખાસ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *