Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

‘ન્યટન’ની ધૂંઆધાર બોક્સ ઓફિસ બેટિંગ સામે નબળી પડી ‘હસીના’

મુંબઈ,શુક્રવારે ૩ બોલિવૂડ ફિલ્મ રીલીઝ થઈ હતી. જેમાં રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટન , સંજય દત્ત સ્ટાટર ભૂમિ અને શ્રદ્ધા કપૂરની હસીનાનો સમાવેશ થાય છે. ફિલ્મની રીલીઝ સમયે હસીના ફિલ્મે સારી કમાણી કરી હતી. અને ન્યૂટન માત્ર ૯૬ લાખની કમાણી કરી શકી હતી. જોકે શનિવારના આંકડા મુજબ ન્યૂટનની કમાણીમાં ૧૬૨. ૫ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો.
ફિલ્મે શનિવારે ૨. ૫૨ કરોડની કમાણી અને ફિલ્મનું કુલ કલેક્શન ૩.૪૮ કરોડ રૂપિયાએ પહોંચી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ન્યૂટનને પસંદ કરવામાં આવી રહી છે.
સંજય દત્તની કમબેક ફિલ્મ ભૂમિની રીલીઝના પ્રથમ દિવસે ૨. ૨૫ કરોડની કમાણી કરી હતી. જ્યારે શનિવારે ફિલ્મનું કલેક્શન ૨.૪૭ કરોડની રહી છે. પ્રથમ દિવસે ફિલ્મની કમાણીમાં ફક્ત ૨૨ લાખ રૂપિયાનો નફો થયો હતો. અને તેની બે દિવસની કમાણી ફિલ્મે ૪.૭૨ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જોકે ભૂમિ અને ન્યૂટનની સરખામણીએ હસીના પારકરની કમાણી ઓછી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *