Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેમની માતાની હત્યા કરાઈ

એક મહિનાની અંદર જ મોટા ત્રણ પત્રકારોની હત્યા કરાઈ
મોહાલી,વરિષ્ઠ પત્રકાર કે.જે. સિંહ અને તેમના ૯૨ વર્ષીય માતા ગુરુચરન કૌર તેમના મોહાલી સ્થિત ઘરમાંથી હત્યા કરી દેવાઈ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેમની હત્યા થઇ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. પત્રકાર કે. જે. સિંહ અંગ્રજી ન્યુઝપેપર ઇન્ડિયન એક્સપ્રેસ અને ટ્રિબ્યુનમાં કામ કરી ચૂક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોહાલીના પોશ વિસ્તારના ફેઝ ૩-એના મકાન નંબર ૧૭૯૦માં કે.જે.સિંહ અને તેમના માતાના મૃતદેહ મળી આવ્યા છે. બંનેનું ગળું કાપીને હત્યા કરાઈ છે. જ્યારે કે ઘરની બહાર ઉભેલી તેમની કાર પણ ગાયબ છે. આ હત્યાનો ખુલાસો તે સમયે થયો જ્યારે તેમનો ભત્રીજો અજય તેમના ઘરે પહોંચ્યો હતો. તેણે આ વિશેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે. જોકે, પ્રાથમિક તપાસ આ લૂંટનો કેસ હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે ટિ્‌વટર પર આ હત્યાની નિંદા કરતા લખ્યું કે, અત્યારે જ સાંભળ્યું કે, વરિષ્ઠ પત્રકાર કે.જે સિંહ અને તેમની માતાની હત્યા કરી દેવાઈ છે. આ હત્યાની નિંદા કરું છું અને આરોપીએ જલ્દીથી પકડી લેવાની અધિકારીઓને અપીલ કરું છું.
તાજેતરમાં પત્રકારો પર હુમલાઓ થવાની અને અને તેમની હત્યાની ઘટનાઓ વધી ગઇ છે. આ પહેલા કન્નડ ભાષાની પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુમાં હત્યા થઇ હતી. ત્યારબાદ ત્રિપુરામાં શાંતનુ ભૌમિકની રિપોર્ટિંગ દરમિયાન અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *