દાહોદશહેરમાં રોટરી કલબ ઓફ ડાયમંડ દ્વારા શિક્ષકોનું નેશન બિલ્ડઅપ એવોર્ડ સન્માન કાર્યક્રમ

દાહોદ, દાહોદશહેરમાં રોટરી કલબ ઓફ ડાયમંડ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી  બજાવનાર શિક્ષકોને બિલ્ડઅપ ઓવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

દાહોદ શહેરના સિનિયર રેલવે ઇન્સિટ્યૂટ મુકામે રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા શિક્ષક દિનની ઉજવણી નિમિતે  શિક્ષકોને નેશન બિલ્ડઅપ એવોર્ડ આપી બહુમાન કાર્યક્રમનું આયોજન માં કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, અતિથી વિશેષ તરીકે ટીચર્સ સપોર્ટ કમિટી ડીસ્ટ્રીક્ટ-૩૦૪૦ના ચેરમેન વિનોદકુમાર બાફના, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.યુ.હાડા, તા.પ્રા.શિ. આર.આર. જોષી દાહોદ, આર.એ.ગડરીયા દેવગઢ બારિયા, એ.કે. ભાભોર ઝાલોદ, રોટરી પ્રમુખ વિણાબેન પલાસ, સેક્રેટરી શાંતિલાલ પટેલ તથા રોટરીયન મિત્રો તથા અન્ય આમંત્રિતો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો અને ડાયસ પર ઉપસ્થિત અતિથીઓના હસ્તે નેશન બિલ્ડઅપ એવોર્ડ શાલ, મોમેન્ટો આપી શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ભીખાભાઇ ચૌધરી, ડો. કપીલદેવ એમ. ત્રિવેદી, ઇરફાન એચ. મકરાણી, નું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *