માન્યતા મારા શૂઝ દ્વારા મારી પીટાઈ કરે છે : સંજય દત્ત

મુંબઈ,સિનિયર અભિનેતા સંજય દત્તે કહ્યું હતું કે મારી પત્ની માન્યતા મને જોડે જોડે ફટકારે છે. મારા મેડ ઇન મેક્સિકો શૂઝ દ્વારા એ મારી પીટાઇ કરે છે. જો કે એ મજાકમાં બોલી રહ્યો હતો એમ એની નજીકનાં સૂત્રોએ કહ્યું હતું. હાલ એ પોતાની કમબેક ફિલ્મ ભૂમિ રિલિઝ થવાની વાટ જોઇ રહ્યો છે. આ ફિલ્મમાં એક પિતા પુત્રીના સંબંધોની અને બદલાની વાત વણી લેવામાં આવી છે. ગયા વરસના ફેબુ્રઆરીની પચીસમીએ પૂણેની યરવડા જેલમાંથી મુક્ત થયો ત્યારબાદ આ એની પહેલી ફિલ્મ છે. બીજી બાજુ એના દોસ્ત અને મુન્નાભાઇ સિરિઝના ડાયરેક્ટર રાજકુમાર હીરાણી એની બાયો-ફિલ્મ બનાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે હજુ ભૂમિ રિલિઝ થઇ નથી એ પહેલાં તો ભૂમિના ડાયરેક્ટર નેશનલ એવોર્ડ વિજેતા ઓમંગ કુમારે સંજય દત્તને લઇને જામનગરના મહારાજા વિશે ગૂડ મહારાજા નામની બીજી ફિલ્મની શરૃઆત પણ કરી દીધી છે. ઁઝૂમ ચેનલ પર યાર મેરા સુપર સ્ટાર નામના ટીવી ચેટ શોમાં બોલતાં સંજયે આ રમૂજ કરી હતી. આ એપિસોડ રવિવારે રજૂ થવાનો છે. સંજયે કહ્યું કે અહીં આગ્રાના મોચી આવા બૂટ બનાવી ન આપે એટલે મેં છેક મેસ્કિકોમાં મોચી શોધ્યો હતો જે મશીનથી નહીં પણ હાથેથી આ ખાસ શૂઝ બનાવે છે. આ મોચીની બ્રાન્ડનું નામ છે બેક એટ ધ રાન્ચ. એ પોતાનંુ કેટલોગ મોકલે એમાંથી પસંદ કરીને તમારે ઓર્ડર આપવાનો. આ શૂઝ વડે માન્યતા મને ફટકારે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *