અભિનેત્રી ડાયેના પેન્ટી માર્શલ આર્ટસની તાલીમમાં વ્યસ્ત

મુંબઈ,અભિનેત્રી ડાયેના પેન્ટી આજકાલ માર્શલ આર્ટસ્ની આકરી તાલીમ લઇ રહી હોવાની માહિતી મળી હતી. પોતાની આગામી ફિલ્મમાં લશ્કરી અધિકારી તરીકેનો રોલ કરી રહી હોવાથી એને આ તાલીમની જરૃર પડી હતી. ડાયેના ટોચના અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમની પરમાણુ ફિલ્મ કરી રહી છે. ૧૯૯૮માં દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે રાજસ્થાનના પોખરણના રણ વિસ્તારમાં ભારતે કરેલા અણુ વિસ્ફોટ વિશેની આ ફિલ્મ છે. આ ફિલ્મ જ્હૉન અબ્રાહમ બનાવી રહ્યો છે જેમાં જ્હૉન પોતે પણ ભારતીય લશ્કરના એક અધિકારીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ડાયેના અંબાલિકા નામની મહિલા લશ્કરી અધિકારીનો રોલ કરે છે. એણે કહ્યું કે અગાઉ મેં કદી કોઇ ફિલ્મમાં એક્શન કરી નથી. આ ફિલ્મમાં મને પહેલીવાર એક્શન દ્રશ્યો કરવાની તક મળી રહી છે એટલે હું માર્શલ આર્ટસ શીખી રહી છું જેમાં કરાટે, કૂંગ ફુ વગેરેનો સમાવેશ થાય છે. આ કલા શીખતાં હું ખૂબ ઉત્તેજિત થઇ ગઇ છું. મને એક્શન કરવા મળશે એ વાતે હું રોમાંચિત છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *