લોકોમાં ચર્ચા, વડોદરામાં ભાજપના ઉમેદવારો નક્કી કરવામાં ફિક્સિંગ જેવો માહોલ!!!

લોકોમાં ચર્ચા, ટિકિટ આપવા મામલે ઔપચારિકતા હોય તેવું લાગે છે,

વડોદરા,આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે. ત્યારે શહેરની પાંચ વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો દોર શરુ થઇ ગયો છે. માંજલપુર સિવાઇની શહેરની ચાર વિધાનસભાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ નિરિક્ષકો વહેલી સવારથી ભાજપ કાર્યલય ખાતે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો અને ટેકેદારોનુ મંતવ્ય સાંભળી રહ્યાં છે. જોકે ભાજપ કાર્યલય ખાતે આવેલા નિરિક્ષકો વિધાનસભાના દાવેદારો અંગે રજૂઆત કરવા આવતા કાર્યકરો અને હોદ્દેદારોની વ્યક્તિગત રજૂઆત કરવાની જગ્યાએ સામુહીક ટોળામાં બોલાવી તેમની રજૂઆતો સાંભળી રહ્યાં છે. જેથી ત્યા આવનારા લોકોમાં ચર્ચા છે કે ટિકિટ આપવા મામલે તેમની સલાહ લેવી ઔપચારિકતા હોય તેમ લાગે છે.
શહેરની ૫ વિધાનસભા પૈકી શહેર વિધાનસભા, સયાજીગંજ, અકોટા અને રાવપુરા વિધાનસભાના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા ત્રણ નિરિક્ષકો આત્મારામ પરમાર, નૌકાબેન પ્રજાપતિ અને કે.સી. પટેલની નિમણક કરવામાં આવી છે. આજે વહેલી સવારે ૮ વાગ્યાથી શહેરની પાંચ પૈકી ચાર વિધાનસભાના દાવેદારોની રજૂઆત સાંભળવાનુ શરુ કર્યું છે. જેમાં સૌપ્રથમ શહેર વિધાનસભાના દાવેદારોનુ મંતવ્ય તેમજ રજૂઆતો સાંભળવામાં આવી અને ત્યારાબાદ સયાજીગંજ વિધાનસભાના દાવેદારો તેમજ ટેકેદારોની રજૂઆતો સાંભળવાનો દોર શરુ થયો છે.
જાણવા મળી રહ્યું છે કે આ નિરિક્ષકો સાથેનો દાવેદારોનો સંવાદ અને કાર્યકરો તેમજ હોદ્દેદારીની રજૂઆતનો દોર વ્યક્તિગત ચાલવાને બદલે સામુહિક ટોળામાં બોલાવી તેમની રજૂઆતો તેમજ મંતવ્ય સાંભળવામાં આવી રહીં છે. જેથી એક મજબૂત વ્યક્તિનો ટેકોદાર વાહવાહી કરે એટલે તેની સાથેના ને ભલે મનદુખ હોય તો પણ તેને મજબૂરીના કારણે તેની વાહ વાહી કરવી પડી રહી છે. જેથી એક તબક્કે તો અનેક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી છે. ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભાના ઉમેદવારોની પસંદગીમાં ફિક્સિંગ જેવી પરિસ્થિતિ સર્જાઇ હોય તેવી વાતો વહેતી થઇ છે. જો કોઇ કાર્યકર જોર જબરદસ્તી કરે તો તેવી વ્યક્તિને વ્યક્તિગત રજૂઆત કરવા દેવામાં આવી રહીં છે.
તદઉપરાંત નિરિક્ષકોની આ પધ્ધતિ એક ઔપચારીક પ્રક્રીયા હોય તેમ લાગી રહ્યું છે, કારણે દર વર્ષે કેટલાક નવા નામોનો ઉમેરો થાય છે. તેમ છતાં જેનુ નામ ન હોય તેવા વ્યક્તિ પણ ક્યારેક રાતો રાતો વિધાનસભાના ઉમેદવાર બની જાય છે. તે જોતા નિરિક્ષકોની આ પ્રક્રીય ઉપર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *