મથુરાના રાધારાની મંદિરમાં સાધ્વી પર સામૂહિક બળાત્કાર

બરસાનાના વિશ્વ જાણીતા રાધારાની મંદિરમાં બે લોકોએ મંદિર હોલમાથી એક સાધ્વીને ઉઠાવી લઇ જતી ત્યાં બનેલ કોઠરીમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ગુરૂવારે બપોરે તે પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે તેને ઠપકો આપી મોકલી દીધી હતી.ઘટના સીસીટીવી ફુટેજમાં સામે આવ્યા બાદ પણ પોલીસ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરતી નજરે પડી રહી છે. એ યાદ રહે કે ઓરિસ્સાની સાધ્વી લાંબા સમયથી બરસાનામાં રહે છે. રાતને તે મંદિરની નીચે હોલમાં સુઇ જતી હતી. સોમવારની રાતે બે લોકો આવ્યા અને મહિલા સાથે છેડછાડ કરી.ત્યારબાદ એક વ્યક્તિઓ તેને જબરજસ્તી ઉઠાવી મંદિરની કોઠરી તરફ લઇ ગયો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે ત્યાં પહેલાથી એક અન્ય સાથી હાજર હતો બંન્નેે સામૂહિક દુષ્કર્મ કર્યું મહિલા ત્રણ દિવસ સુધી ઘટનાને પોતાના દિલમાં છુપાલી રાખી હતી અને ત્યારબાદ કેટલાક લોકોને આપવીતી કહી તેઓ તેને પોલીસ સ્ટેશન લઇ ગયા પરંતુ પોલીસે તેને ઠપકો આપી ભગાડી મુકી ત્યારબાદ લોકોએ હકીકતની માહિતી લગાવવા માટે મંદિરના સીસીટીવી ફુટેજ જોયું તેમાં એક વ્યક્તિ મહિલાને મંદિરના નીચેના હોલથી જબરજસ્તી ઉઠાવીને લઇ જતો સ્પષ્ટ જણાઇ આવ્યો હતો.
મંદિરના સંચાલક ડો કૃષ્ણ મુરારીએ કહ્યું કે ઘટનાથી મંદિરની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે. સીસીટીવી ફુટેજમાં ચોકીદાર કન્હૈયા નજરે પડી રહ્યો છે અને તેઓ તેને સજા અપાવવા માટે પુરો સહયોગ આપશે. મહિલા રસોઇયા કર્મચારી રાજેન્દ્ર પર પણ આરોપ લગાવી રહી છે. ફુટેજ સામે આવતા જ સીસીટીવીમાં બંન્નેની ઓળખ કરી લેવામાં આવી છે બારે દબાણ બાદ પોલીસ સક્રિય થઇ છે અને તપાસ માટે મંદિરે પહોંચી હતી. સીઓ ગોવર્ધન જગવીર સિંહે જણાવ્યું હતું કે પીડિતા મહિલા સોમવારની ઘટના બતાવી રહી છે ઇસ્પેકટર બરસાદા વીરેન્દ્રસિંહ મહિલાની પુછપરછ કરી રહ્યાં છે.
દરમિયાન જૌનપુરમાં શાહગંજના એક ઉપ આરોગ્ય કેન્દ્રમાં રાતે છ યુવકોે ગામની એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને તેને બેભાન હાલતમાં છોડીની ફરાર થઇ ગયા હતાં. પરિજનોએ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિતાની ફરિયાદ પર ગામના જ છ યુવકોની વિરૂધ્ધ નામ જોગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હાલમાં ફરાર છે તેમને પકડવા માટે પ્રયાસો શરૂ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *