ફતેપુરા ખાતે ૪૯-વિકાસશીલ તાલુકા આયોજન સમિતીની બેઠક યોજાઇ

ફતેપુરા તાલુકાના લોકોને ઉપયોગી થાય તેવા પ્રકારના કામોને પ્રધાન્ય આપવુ-  પી.ડી.વાધેલા

દાહોદઃ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ૪૯-વિકાસશીલ તાલુકા આયોજન સમિતિની બેઠક ફતેપુરા તાલુકાના પ્રભારી સચિવ અને અમદાવાદ વાણિજિય વેરા કમિશનર  પી.ડી.વાધેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, સરદાર સભાખંડ, દાહોદ ખાતે યોજાઇ હતી. બેઠકને સંબોધતાં ફતેપુરા પ્રભારી સચિવશ્રી પી.ડી.વાધેલાએ જણાવ્યું હતું કે છેવાડાના ગરીબ આદિવાસી વિસ્તારના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દરખાસ્તો કરવી. આગામી ૨ વર્ષમાં તાલુકાની તમામ શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક શાળાઓના રસ્તા, તેમજ અન્ય માનવ વિકાસ સૂચક આંક ધ્યાને લઇ આયોજન કરવા સહિત ઇનોવેટીવ યોજનાઓને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતુ.
જે તે સંસ્થા દ્રારા યુવાન-યુવતીઓને તાલીમ આપવામાં આવે છે. તેમને રોજગારીની માટે રીપ્લેસમેન્ટ થવું અનિવાર્ય છે. તો જ તાલીમનો હેતુ સરે. તેવો રાજય સરકારનો મૂળભૂત ઉદેશ છે. દાહોદ ઐાધોગિક તાલીમ સંસ્થાના માર્ગદર્શન હેઠળ ફતેપુરામાં ૩૫ જેટલા યુવાવર્ગને તાલીમ આપવામાં આવી હતી. તેમને વડોદરા -અમદાવાદ જેવા શહેરોમાં રોજગારી મળી છે. તે બદલ પ્રભારી સચિવશ્રી અને કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંસ્થાના આચાર્ય એમ.કે.માવીને અભિનંદન પાઠવ્યા હતા. એકાઉન્ટન્ટની તાલીમથી કેટલા પ્લેસમેન્ટ મળ્યા તેનો રીપોર્ટ કરવા રોજગાર અધિકારી ને જણાવતા ભવિષ્યમાં હાલની જરૂરિયાત પ્રમાણે ટેલી, જી.એસ.ટી જેવા કોર્ષની તાલીમાર્થીઓને રીફેશમેન્ટ આપવા જણાવ્યું હતું. પ્રાથમિક શાળા, ભોજેલા ખાતે રેઇન હાર્વેસ્ટીંગના કામો ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યુ હતું. તાલુકાની શાળાઓને વધુને વધુ કોમ્પીટીટીવ કરવા પ્રભારી સચિવએ જણાવ્યું હતું. આ બેઠકમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૧૬-૧૭ ના વર્ષમાં મંજુર થયેલ કામોની વર્ષવાર ક્રમાનુસાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ૨૦૧૫-૧૬ના વર્ષમાં ધુધસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-૩ ના ટાઇપ-૨ કવાર્ટસમાં ખૂટતી રકમ રૂા. ૮,૫૫,૦૦૦ ની અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરવામાં આવી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૧૭-૧૮ ની મળવા પાત્ર રકમ રૂા. ૨૦૦.૦૦ (બસ્સો લાખ)ના આયોજન માટે આવેલ તમામ દરખાસ્તોની ચર્ચા-સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા. તદનુસાર જવેશી ગામે તળાવ ફળીયા પ્રાથમિક શાળાને જેડતા સી.સી.રોડનું કામ, નાની ઢઢેલી ગામે તળાવ ફળીયા પ્રાથમિક શાળાને જોડતા સી.સી.રોડનું કામ, ડબલારા ગામે બરજોડ, ફળીયા પ્રાથમિક શાળાને જોડતા સી.સીરોડ, વાંગડ ગામે બુટેલા પ્રાથમિક શાળાને જોડતા સી.સી.રોડ, પ્રાથમિક શાળાઓ ખૂટતા રોડ, મેથ્સ, સાયન્સ એકટીવીટી રૂમ, પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસ રૂમ, સાયન્સ સેન્ટર બનાવવા, આંગણ વાડીઓમાં વિજળીકરણ, ૯૦ ટકા સહાયથી ૫૦ વિધવા લાભાર્થીઓને દૂધાળા પશુઓ આપવા, ૨૫ વિકલાંગ વ્યકિતઓને દૂધાળા પશુઓ આપવા, પશુપાલન અંગેની વાયબ્રન્ટ શિબિર, બેરોજગાર યુવક યુવતીઓને કોમ્પ્યુટર આઇ.ટી.કોર્ષ, ઇલેકટ્રીશીયન ડોમેસ્ટિક તાલીમ નાના સરણૈયા ગામ અને વલુંડી ગામે નદી પર ઇન્ટેકવેલ આધારિત એલ.આઇ.સ્કીમનું કામ વગેરે માટે રૂા.
૨૪૦.૧૬ લાખના કામોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી  સુજલકુમાર મયાત્રાએ તાલુકાના વિકાસ માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં સ્વાગત સંચાલન અને આભાર દર્શન જિલ્લા આયોજન અધિકારી  વી.સી ગામિતે કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.વી.ઉપાધ્યાય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.જે.જે. પંડયા, અમલીકરણ અધિકારીઓ, જીલ્લા પંચાયત સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *