વિધાનસભાની ચૂંટણી, આજથી પ્રચારની ઔપચારિક શરુઆત કરશે કોંગ્રેસ

અમદાવાદ,ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ઉપ પ્રમુખ રાહુલ ગાંધીએ ખાસ પ્લાન બનાવ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ મોડેલ મુજબ રાજયને ચાર ઝોનના વિભાજીત કરી દીધો છે. તેમજ આ ચાર ઝોનના સભા અને રેલીઓ કરશે. કોંગ્રેસ પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ઉપ પ્રમુખ ૨૧ સપ્ટેમ્બરના રોજ પાર્ટીની રણનીતિ મુજબ તેમની ચૂંટણી યાત્રાની શરૂઆત કરશે. જો કે આ પૂર્વે રાહુલ ગાંધી ૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતેથી ચૂંટણી પ્રચારની ઔપચારીક શરૂઆત કરશે.
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી સત્તાથી વંચિત રહેલી કોંગ્રેસે આ ચૂંટણીમાં રાહુલ ગાંધીને સહારે ચુંટણી પ્રચારની શરૂઆત કરવાની રણનીતિ અપનાવી છે. રાહુલ ગાંધીએ જે રીતે ઉત્તર પ્રદેશ ચુંટણી પ્રચારની કમાન સંભાળી હતી તે જ રીતે ગુજરાતમાં પણ તે જ રણનીતિનો અમલ કરવામાં આવશે. જો હે હાલમાં ગુજરાત ચૂંટણી પ્રચારમાં ઉત્તર પ્રદેશની પ્રશાંત કિશોર સાથે નથી તેમજ પક્ષના તેના અનુભવના આધારે જે યોજના બનાવી રહ્યું છે.
કોંગ્રેસના પ્લાન મુજબ ગુજરાતને ચાર ઝોનના વિભાજીત કરવામાં આવ્યું છે. તેમજ દરેક ઝોનના એક ઉપ પ્રમુખ નીમવામાં આવ્યા છે જે ચારે અલગ અલગ ઝોનના રાહુલ ગાંધીની ચાર પાંચ દિવસની યાત્રા દરમ્યાન સાથે રહેશે. રાહુલ ગાંધીનું આયોજન ૬૦ વિધાનસભા વિસ્તારના સીધી રીતે કાર્યકર્તાઓ સુધી પહોંચાવાનું છે. તેમજ ચાર સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવી રહેલા રાહુલ ગાંધી પ્રદેશ હોદ્દેદારો સાથે આ અંગે સીધી ચર્ચા કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની ગુજરાતના ચાર યાત્રાની જવાબદારી પ્રકાશ જોશીને સોંપવામાં આવી છે. જે રાહુલ ગાંધીની ટીમના વિશ્વાસુ સભ્ય છે. ૨૧ સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી દ્વારકાથી પોતાની ચૂંટણી પ્રચાર યાત્રાનો પ્રારંભ કરશે.સૌરાષ્ટ્ર ભાજપનો મજબુત ગઢ માનવામાં આવે છે. જો કે બાકી ત્રણ ઝોનની યાત્રાનો કાર્યક્રમ હજુ બાકી છે.
કોંગ્રેસ સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી યુવાનોના મુદ્દાને ઉઠાવીને તેમની સાથે કનેક્ટ થવાના પ્રયાસ કરશે. તેમજ રાજયના સરકારના ભ્રષ્ટ્રાચાર મુદ્દાને પણ જોરશોરથી ઉઠાવશે. ગુજરાતના રાજયસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીત બાદ પ્રદેશ કોંગ્રેસમાં નવી ઉર્જા આવી છે. જેનો ફાયદો લેવા માટેની કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ચૂંટણી પ્રચારમાં જોડાય તેવી શક્યતા બહુ ઓછી છે. જો કે પ્રદેશ નેતાગીરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ઓછામાં ઓછી બે રેલી કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
આમ, જોવા જઈએ ગુજરાત વિધાનસભાનો ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધી માટે મેગા શો છે. આ વખતે ના તો પીકે છે કે ના તો કેન્દ્રના કોઈ મોટા નેતાનો હસ્તક્ષેપ છે. જેના લીધે જ રાહુલ ગાંધીના સહારે જ કોંગ્રેસ આ ચૂંટણી પ્રચારમાં હાલથી જ કાર્યરત થયું છે. કારણ કે ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો પરથી રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો રોડમેપ નક્કી થશે તે પણ ચોક્કસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *