ગુજરાત વિધાન સભા ચૂંટણી, ભાજપમાં કેટલાય મોટા માથાની ટિકીટો કપાશે

ગાંધીનગર, ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના ટોચના નેતાઓમાં વ્યગ્રતા વધતી જાય છે. ભાજપના જ સૂત્રોની માનીએ તો આ વખતે મોટી સંખ્યામાં કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના ખરાબ પરફોર્મન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને દરવાજો બતાવી દેવાની તૈયારીમાં છે. વળી, આ વખતે ભાજપે થોડા કોંગ્રેસના ધારાસભ્યો માટે પણ જગ્યા કરવાની છે. પાર્ટીમાં ગણગણાટ બંધ કરવા માટે પાર્ટી આ મુદ્દાને શકય તેટલો ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે.
ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે ’ગરજશે ગુજરાત’નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. જો કે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય સ્તરેથી આ કેમ્પેઈનને કિલયરન્સ આપવામાં નથી આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઈન ડિઝાઈન કર્યું છે જેની ટેગ લાઈન હશે ’ગરજશે ગુજરાત’. આ કેમ્પેઈન ટૂંક જ સમયમાં લોન્ચ થશે. ભાજપના ગુજરાત રાજયના પ્રમુખ જિતુ વાઘાણીએ જણાવ્યું, ’અમે ટૂંક જ સમયમાં આ કેમ્પેઈન લોન્ચ કરવાના છે આથી આ અંગે હાલમાં વધુ વિગતો આપવી યોગ્ય નથી, પરંતુ આ એક આક્રમક કેમ્પેઈન હશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *