સુરતમાં કોંગ્રેસનું સત્યવિજય સંમેલન : કોંગ્રેસના ધારાસભ્યોનું સમ્માન કરાયું

સુરત, કોંગ્રેસ વિધાનસભાની આગામી ચુંટણીમાં રાજયસભાની ચુંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા કરવામાં આવેલ છલકપટનો પુરેપુરો લાભ ઉઠાવવા કમરકસી રહી છે અને આજે આ હેઠળ અહીં સત્યવિજય સંમેલનનું ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોનું સમ્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાજયસભાના સાંસદ અહમદ પટેલ,કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગહલોત શક્તિસિંહ ગોહિલ,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિધ્ધાર્થ પટેલ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તાલુકા શહેરોના તમામ આગેવાનો હાજર રહ્યાં હતાં.
આ સંમેલનને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અનામતમાં પાટીદાર સમાજને મહત્વ આપવામાં આવશે જેનો લાભ અન્ય સમાજના લોકોને પણ મળશે કોંગ્રેસે ૨૦ ટકા અનામત આપવાની પહેલેથી જ જાહેરાત કરી છે આ મામલે અમે વિધાનસભામાં ખરડો પસાર કરીશું અને જરૂર પડે તકો સુપ્રીમ સુધી પણ લડીશું. પાટનદગાર નેતા હાર્દિક પટેલની ધરપકડ અંગે તેમણે કહ્યું કે ભાજપ તેનાથી ગભરાઇ ગઇ છે એટલે આવા પગલા ભરી રહી છે.
આ પ્રસંગે શ ક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સત્ય માટે લડવા નિકળેલા લોકોની શુભકામના સાથે હોય છે ભગવાનની કૃપા બની રહી છે જેમના ઘરમાંથી પાંચ લાખની રોકડ પણ ન મળે તેવા ૪૩ ધારાસભ્યોને ૨૫ લાખ અને ટિકિટની ઓફર કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોને ન ખરીદી શકયા કે ન ડરાવી શકયા જેલમાં નાખવાથી સત્તા અનામત રહેતી હોય તો ગાંધી સરદાર પટેલને જેલમાં નાખનાર અંગ્રેજોની સત્તા હોત હાર્દિક જેવા બે ચારને જેલમાં નાખવાથી સત્તા અનામત રહેતી નથી સરકારમાં મુખ્યમંત્રી વિજયરૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણી કટપુતળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *