ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ

ગાંધીનગર, ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ આગેવાનો, અનુ. જાતિના સાંસદશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ તેમજ વિવિધ બોર્ડ-નિગમનાં ચેરમેનશ્રીઓની એક અગત્યની બેઠક મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી અંબાલાલ રોહિત તેમજ રાજ્યસભાના સાંસદશ્રી શંભુનાથજી ટુંડીયા, અનુ. જાતિ મોરચાના પ્રભારીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રીશ્રી ડૉ. જીવરાજભાઈ ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના સાંસદશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી, વગેરે આગેવાનો ઉપસ્થિતમાં પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્‌ ખાતે મળી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ છે.
૧. આગામી તા. ૧૭.૦૯.૨૦૧૭ના રોજ લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગુજરાતના ૮ મહાનગર અને ૧૬૪ નગરપાલિકાઓમાં “સફાઈ કામદારોનું સન્માન” કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ બધા જ કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત ઝુંબેશને મજબૂત કરવા આહ્‌વાન કરવામાં આવશે.
૨. આગામી વિધાનસભા ચૂંટણીમાં દલિત વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમાજ માટેના સંઘર્ષો અને ભાજપા સરકાર દ્વારા તેમને આપવામાં આવેલ સન્માનની અનેક બાબતોથી માહિતગાર કરવા વક્તાઓ તૈયાર કરવા માટે ગુજરાતનાં ચાર ઝોનમાં “અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓના વક્તા પ્રશિક્ષણ વર્ગ”નું કરવામાં આવશે. (૧) તા. ૨૦.૦૯.૨૦૧૭ના રોજ – દક્ષિણ ઝોન – સુરત ખાતે (૨) તા. ૨૪.૦૯.૨૦૧૭ના રોજ – સૌરાષ્ટ્ર ઝોન – રાજકોટ ખાતે (૩) તા. ૨૬.૦૯.૨૦૧૭ના રોજ – મધ્છ ઝોન – વડોદરા ખાતે (૪) તા. ૨૮.૦૯.૨૦૧૭ના રોજ – ઉત્તર ઝોન – ગાંધીનગર ખાતે
૩. તા. ૧ થી ૫ ઑક્ટોબર સુધી વિસ્તારક યોજના અંતર્ગત દરેક જીલ્લા પંચાયત સીટ દીઠ ભીમ ગોષ્ઠી માટે પ્રચાર-પ્રસાર તેમજ પત્રિકા વિતરણના કાર્યક્રમો થશે અને તા. ૫ ઑક્ટોબરના રોજ દરેક જીલ્લા પંચાયત સીટ પર સાંજે ૦૪.૦૦ કલાકે “ભીમ ગોષ્ઠી”નું આયોજન થશે.
૪. દલિત સમાજના બુદ્ધિજીવી આગેવાનો તેમજ કૉલેજના યુવાનો માટે તા. ૨૫ ઑક્ટોબરના રોજ ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા સીટ દીઠ ડૉ. આંબેડકર પ્રબુદ્ધ દલિત પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. ૫. તા. ૨૬ નવેમ્બર, ૧૯૫૦ના દિવસે બંધારણની રચના કરીને આપણા દેશને બંધારણ અર્પણ કર્યું હતું. તે દિવસના સન્માનમાં તા. ૨૬ નવેમ્બરના રોજ વિધાનસભા વિસ્તારોમાં સંવિધાન દિવસ નિમિત્તે “ચર્ચા ગોષ્ઠી” કરવામાં આવશે અને ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા સીટ દીઠ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા “ડૉ. આંબેડકર સંવિધાન સન્માન યાત્રા” નીકળશે અને યાત્રા બાદ ડૉ. આંબેડકરજીના જીવનના સંઘર્ષો ઉપર ચર્ચાનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *