પ્રિયંકા ગાંધીને ડેગ્યુ તાવ, હોસ્પિટલમાં દાખલ કરાયા

નવિ દિલ્હી,  કોગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની પુત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ડેંગ્યુ તાવ આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં તેની પુષ્ટી થયા બાદ આજે ૨૫ ઓેગષ્ટે તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. એ યાદ રહે કે કેટલાક દિવસ પહેલા પણ તેમના ભાઇ રાહુલ ગાંધીને પણ વાયરલ ફીવર આવ્યો હતો.તેને કારણે તેઓ અનેક દિવસો સુધી જાહેર કાર્યક્રમથી દુર રહ્યાં હતાં. સોનિયા ગાંધી પણ બીમાર હોવાની સ્થિતિમાં સર ગંગા રામ હોસ્પિટલમાં જ દાખલ થાય છે.
એ યાદ રહે કે કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમયથી મોટા સ્તર પર પરિવર્તનની વાત સામે આવી રહી છે.જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીને પાર્ટીનું સુકાન સોંપી શકાય છે પરંતુ આ મહીનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતાં કે પાર્ટીના કાર્યકારી અધઅયક્ષના રૂપમાં કોંગ્રેસનું સુકાન પ્રિયંકા ગાંધીને સોંપી શ કાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *