ક્રાઇમ બ્રિફ: દાહોદ શહેર અને જિલ્લાના ક્રાઇમ ન્યુઝ

લીમખેડા તાલુકાના વડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે દારૂ સાથે ટાટા મેજીક ગાડી પકડાઈ

લીમખેડા લીમખેડા પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંગ દરમ્યાન લીમખેડા તાલુકાના વડીયા બસ સ્ટેન્ડ પાસે રૂા.૧,૧૭,૬૦૦ની કિંમતના દારૂની નાની મોટી બોટલ નં.૧૪૮૮ સાથે ટાટા મેજીક ગાડી ઝડપી પાડી રૂા. દોઢ લાખની ટાટા મેજીક ગાડી મળી રૂા.ર,૬૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે

કાળી ડુંગરી ગામના વૃધ્ધને રખડતા પાડાએ ધક્કે ચઢાવી દેતા મોત

દે.બારીયા દે.બારીયા તાલુકાના કાળી ડુંગરી ગામના છુટ્ટા રખડતા પાડાએ ગામના જ વૃધ્ધને માથા વડે કમર તથા છાતીના ભાગે ગેબી માર મારતા, તે વૃધ્ધનું સારવાર દરમ્યાન હોસ્પીટલમાં મોત નિપજ્યુ હતુ

દાહોદ તાલુકાના દશલા ગામની પરણીતાએપતિ અને સાસરીયાના ત્રાસથી વાજ આવેલ દશલા ગામની પરણીતાની પોલીસમાં રાવ

દાહોદ પતિ તથા સાસુ-સસરા માંસાહારી હોઈ અને પોતે શાકાહારી હોવા છતા પતિ તથા સાસુ-સસરા દ્વારા માસ જબરજસ્તીથી ખવડાવતા હોઈ અને તે ખાવાની ના પાડતા છેલ્લા ત્રણ માસથી ગુજારાતા શારિરીક માનસીક ત્રાસથી વાજ આવેલ દાહોદ તાલુકાના દશલા ગામની પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે

લીમખેડા તાલુકાના પાલ્લી ગામનો યુવક.પત્ની તરીકે રાખવા પરણીત મહિલાનું અપહરણ

લીમખેડા પત્ની તરીકે રાખવાના ઈરાદે લીમખેડા તાલુકાના પાલ્લી ગામનો યુવક તેના જ ફળીયામાં રહેતી પરણીત યુવતીને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો

દાહોદ સ્ટેશન રોડ, મહાવીર હોસ્પીટલ આગળથી બાઈકની ઉઠાંતરી

દાહોદ દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ મહાવીર હોસ્પીટલ આગળ લોક મારી પાર્ક કરેલ રૂા.ર૦,૦૦૦ની કિંમતની હીરોહોન્ડા મોટર સાયકલ તસ્કરો ચોરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *