રાબડાલ પ્રાથમિક શાળાના તાળા તુટ્યા, રૂા.૧૬,પ૦૦ની મત્તા ચોરી

દાહોદ, તસ્કરોએ ગત રાતે દાહોદ તાલુકાના રાબડાળ ગામની સરકારી પ્રાથમિક શાળાને નિશાન બનાવી શાળાના દરવાજાનું તાળુ તોડી શાળામાંથી કોમ્પ્યુટરના મોનીટર, સ્પીકર તથા પ્રિન્ટર મળી રૂા.૧૬,પ૦૦ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર કોઈ તસ્કરોએ ગતરોજ સાંજથી સવારના સુધીના સમય દરમ્યાન રાબડાળ ગામની પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી અને શાળાના દરવાજાનું તાળુ તોડી શાળામાં પ્રવેશી અને શાળામાં મુકેલ રૂા.૧ર,૦૦૦ની કુલ કિંમતના એચસીએલ કંપનીના મોનીટર નં.૬, રૂા.ર૦૦૦ની કુલ કિંમતના સ્પીકર નં.ર૦ તથા રૂા.રપ૦૦ની કિંમતનું પ્રિન્ટર નં.૧ મળી કુલ રૂા.૧૬,પ૦૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે રાબડાળ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને દાહોદ ગોધરા રોડ, જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન ઉદેસીંગભાઈ ગુલાબસીંગ પટેલેએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *