Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ફિલ્મ રેસ-૩માંથી સૈફ અલી ખાન આઉટ,સલમાન-ડેઝી રોમાન્સ કરશે

મુંબઈ, સુનીલ લુલ્લા અને સોહેલ ખાનની ફિલ્મ જય હો પછી ફરીવાર ડેઈઝી શાહ અને સલમાન ખાન એકબીજા સાથે રોમાન્સ કરતાં જોવા મળે તેવી શક્યતાઓ છે. બોલિવૂડમાં હાલ ચાલતી ચર્ચાઓ અનુસાર ‘રેસ’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં સલમાન ખાન હશે અને તેની સાથે ડેઈઝી શાહ લીડ રોલમાં જોવા મળશે.
ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીની ‘રેસ-૩’માં અભિનેતા સૈફ અલી ખાનને રિપ્લેસ કરવામાં આવ્યો છે. રેસ સિરીઝની ત્રીજી ફિલ્મમાં લીડ રોલ માટે અભિનેતા સલમાન ખાનની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન, કોરિયોગ્રાફી રેમો ડિસોઝા કરશે. જો આ ફિલ્મ અંગે થતી ચર્ચાઓ સાચી હશે તો ડેઈઝી શાહ સહિત અન્ય ત્રણ હિરોઇનો સલમાન ખાન સાથે જોવા મળશે.
જો કે આ બાબતે તૌરાનીએ જણાવ્યું હતું કે ફિલ્મના ડિરેકટર તેમ જ હીરો ફાઇનલ થયા છે પરંતુ હજુ કોઇપણ હિરોઇન ફાઇનલ કરવામાં આવી નથી. ફિલ્મના રોલ માટે અનેક અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે જેમાંથી એક ડેઈઝી શાહ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ રે ડેઈઝી ફિલ્મ કરવાની હા પાડી દેશે તેવી શક્યતાઓ પ્રબળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *