Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

રાજ્યસભાના ચૂંટણી માટે અમિતશાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યા, આઠમી ઓગષ્ટે યોજાશે ચૂંટણી

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભાનું ફોર્મ ભર્યું હતું. અમિત શાહની સાથે બળવંતસિંહ રાજપૂત અને સ્મૃતિ ઇરાનીએ પણ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર હતાં.જો અમિત શાહ રાજ્યસભાની ચૂંટણી જીતે તો પ્રથમવાર સાંસદ બનશે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે ૮ ઑગષ્ટે ચૂંટણી યોજાશે.. જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ ઉમેદવાર છે.અમિત શાહ રાજ્યસભાની ચૂંટણી જીતે તો પહેલીવાર સાંસદ બનશે. બીજુ બાજુ વાંસદાના ધારાસભ્ય છના ચૌધરી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
જ્યારે કોંગ્રેસ ઉમેદવારની જીત માટે ૪૬ મત જોઈએ. અહમદ પટેલ ભરુચ જિલ્લાના છે. જે રાજીવ ગાંધીના સલાહકાર હતા. રાજીવ ગાંધી હત્યા બાદ તેઓ સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા. વર્તમાનમાં અહમદ પટેલ સોનિયા ગાંધીના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે. કહેવાય છે કે સોનિયાના દરેક નિર્ણયમાં અહમદ પટેલની સલાહની મુખ્ય ભૂમિકા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *