સેન્સરબોર્ડેનાં અધ્યક્ષ પહલાઝ નિહલાનીનું ફરમાન ફિલ્મી પરદો બન્યો ‘નો સ્મોકિંગ ઝોન’, દારૂના દ્રશ્ય પર પણ પ્રતિબંધ

મુંબઈ,
સેન્સર બોર્ડેનાં અધ્યક્ષ પહલાઝ નિહલાની પોતાના સંસ્કારી અવતારને લઈને સતત ચર્ચમાં રહેતા હોય છે. તાજેતરમાં સામે આવી રહેલા અહેવાલ અનુસાર નિહલાનીએ ફિલ્મોમાં શરાબ અને સિગારેટ સીન પર પ્રતિબંધ મુકી દિધો છે. અહેવાલ અનુસાર નવા ફરમાન અનુસાર ફિલ્મોમાં લીડ એક્ટર દારૂ અને સિગારેટવાળા સિન્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુર્ખાને એટલા માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું કારણકે આ ફિલ્મ મહિલાઓના મુદ્દા પર આધારિત હતી જે આપણા સંસ્કારોની વિરૂધ હતી. વળી શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલના ટિઝરમાં ઈન્ટરકોર્સ શબ્દનો ઉપયોગને લઈને પહલાઝ ભડકી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ઝ્રમ્હ્લઝ્ર (ઝ્રીહંટ્ઠિઙ્મ ર્મ્ટ્ઠઙ્ઘિર્ ક હ્લૈઙ્મદ્બ ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠર્ંૈહ) વડા પહલાજ નિહલાનીએ આઈફા ના આયોકને કાર્યક્રમ દરમિયાન તેમની મજાક ઉડાવવા બદલ નોટિસ મોકલી છે. નિહલાનીનો આરોપ લગાવ્યો કે એક્ટ દરમિયાન રિતેશ દેશમુખ અને મનીષ પૉલે તેમની તસવીરનો દુરપયોગ કર્યો છે અને વોચમેન પણ કહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *